
ટાટા ટ્રસ્ટનો વિવાદ ચરમસીમાએઃ નોએલ ટાટાની નિમણૂકની કાયદેસરતા સામે જ ઉઠ્યો સવાલ
ટાટા ટ્રસ્ટનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. હવે સ્થિતિ ત્યાં સુધી આવી ગઈ છે કે ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાની ટ્રસ્ટી તરીકેની નિમણૂકની કાયદેસરતા સામે જ સવાલ ઉઠ્યો છે.

મુંબઈઃ ટાટા ટ્રસ્ટનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. હવે સ્થિતિ ત્યાં સુધી આવી ગઈ છે કે ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાની ટ્રસ્ટી તરીકેની નિમણૂકની કાયદેસરતા સામે જ સવાલ ઉઠ્યો છે. ટ્રસ્ટી વેણુ શ્રીનિવાસને નોએલ ટાટાની ટ્રસ્ટી તરીકેની નિમણૂકની અધિકૃતતા સામે જ સવાલ ઉઠાવ્યો છે. આ જ રીતે નેવિલ ટાટાની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાઈ અને તેની નિર્ણય પ્રક્રિયામાંથી તેમને બાકાત કરાયા તેના અંગે સવાલ ઉઠાવ્યો છે.
તેમણે ટ્રસ્ટના વહીવટીતંત્ર અને તેની સંરચનાની તપાસ કરવાની માંગ કરી છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (એસડીટીટી)એ ચેરિટી કમિશ્નરની ઓફિસ સમક્ષ કેવિયેટ ફાઇલ કરી છે. ટ્રસ્ટી વેણુ શ્રીનિવાસનની ફરિયાદના પગલે આ કેવિયેટ ફાઇલ કરવામાં આવી છે.
શ્રીનિવાસને ઉઠાવેલો બીજો મુદ્દો એસડીટીટીની ટાટા સન્સના કોમર્સિયલ અફેર્સમાં મોટી સંલગ્નતા છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટની ટાટા સન્સને લગતા વ્યવહારોમાં ભાગીદારી અને વોટિંગ દ્વારા નોમિની ડિરેક્ટરની નિમણૂક પર પ્રભાવ પાડવો તે ચેરિટેબલ અને ફિડ્યુસરી ઓબ્લિગેશન્સનો ભંગ કરે છે. તેમણે તેમની આ પ્રકારની સંલગ્નતાને મર્યાદિત કરવાની અને પડતર તપાસનું સ્ટેટસ ક્વો જાળવવાની વિનંતી કરી છે.
આવી જ ફરિયાદ આ વર્ષે અગાઉ ચેરિટી કમિશ્નર સમક્ષ દાખલ કરવામાં આવી છે. તેમા સર રતન ટાટા ટ્રસ્ટ (એસઆરટીટી)માં ટ્રસ્ટીઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી અને ટ્રસ્ટના સંચાલનમાં ગંભીર ક્ષતિઓ હોવાનું જણાવાયું હતું. ટ્રસ્ટે પોતે પણ બોમ્બે હાઇકોર્ટમાં આ જ પ્રકારની ચિંતાઓના સંદર્ભમાં કેવિયેટ ફાઇલ કરી છે. હવે ટ્રસ્ટી વેણુ શ્રીનિવાસનની ફરિયાદના પગલે સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (એસડીટીટી) ચેરિટી કમિશ્નર સમક્ષ કેવિયેટ ફાઇલ કરશે. આ બતાવે છે કે ટાટા જૂથમાં મેનેજમેન્ટ વિવાદ નજીકના ભવિષ્યમાં ખતમ થાય તેની કોઈ સંભાવના નથી.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See moreEconomy
See more- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
- તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

