ભારત-નેપાળ વચ્ચે દોડશે નવી ટ્રેન, અયોધ્યા-જનકપુર વચ્ચે 604 કિમીની રેલસેવાને મંજૂરી
ભારત અને નેપાળ વચ્ચે ધાર્મિક પ્રવાસન અને રેલવે કનેક્ટિવિટી વધારવા માટે ભારતીય રેલવેએ અયોધ્યા અને જનકપુર ધામ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવાને મંજૂરી આપી છે.

India Nepal Railway Service: ભારત અને નેપાળ વચ્ચેના ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને નવી ગતિ આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલવેએ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા અને માતા સીતાની જન્મભૂમિ તરીકે જાણીતા જનકપુર ધામ (નેપાળ) વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે. આશરે 604 કિલોમીટર લાંબી આ રેલસેવા બંને દેશો વચ્ચે મુસાફરી સરળ બનાવશે. બીજી તરફ રામાયણ સર્કિટ સાથે જોડાયેલા ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન મળશે.
અયોધ્યાથી જનકપુર વચ્ચે 604 કિમીની ટ્રેન સેવા
ભારતીય રેલવેએ ભારત અને નેપાળ વચ્ચે સરહદપાર રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવાના હેતુથી નવી સાપ્તાહિક ટ્રેન સેવાને મંજૂરી આપી છે. આ ટ્રેન નેપાળના જનકપુર ધામથી ઉત્તર પ્રદેશના અયોધ્યા કેન્ટ સુધી આશરે 604 કિલોમીટરનું અંતર કાપશે. આ રેલસેવા બિહાર અને ઉત્તર પ્રદેશના શહેરોમાંથી પસાર થશે. ખાસ
રેલવે મંત્રાલય દ્વારા આપેલી માહિતી અનુસાર, નવી ટ્રેન દર અઠવાડિયે એક વખત બંને દિશામાં દોડશે. જનકપુર ધામથી ટ્રેન દર શનિવારે ઉપડશે, જ્યારે અયોધ્યા કેન્ટથી દર સોમવારે રવાના થશે. આ ટ્રેન જયનગર, મધુબની, શિશો, સીતામઢી, રક્સૌલ, નરકટિયાગંજ, ગોરખપુર, બસ્તી, માનકાપુર અને અયોધ્યા ધામ જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે. જોકે, ટ્રેન સેવા શરૂ થવાની ચોક્કસ તારીખ, ટ્રેન નંબર, પ્રસ્થાનનો સમય અને ટિકિટના ભાડા અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રામાયણ સર્કિટના ધાર્મિક પ્રવાસનને મળશે નવી ગતિ
જનકપુર ધામ અને અયોધ્યા બંને સ્થળો રામાયણની ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા છે. નેપાળનું જનકપુર ધામ માતા સીતાનું જન્મસ્થળ માનવામાં આવે છે, જ્યારે ઉત્તર પ્રદેશનું અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ તરીકે ઓળખાય છે. બંને પવિત્ર સ્થળો વચ્ચે સીધી રેલસેવા શરૂ થવાથી ભારત અને નેપાળના શ્રદ્ધાળુઓને ધાર્મિક યાત્રા માટે વધુ એક સુવિધાજનક વિકલ્પ મળશે. ખાસ કરીને રામાયણ સર્કિટ સાથે સંકળાયેલા પ્રવાસનને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. આ રેલસેવા બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ઉપરાંત ટ્રેનથી વેપાર, શિક્ષણ, પારિવારિક મુલાકાતો અને અન્ય હેતુઓ માટે મુસાફરી કરતા લોકોને પણ લાભ મળશે.
ભારતીય રાજદૂત અને નેપાળના વિદેશ સચિવ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક
ભારતના નેપાળ ખાતેના નવા રાજદૂત સુધાકર દલેલાએ નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાય સાથે કાઠમંડુમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા અને મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ કાઠમંડુની મુલાકાત લીધી હતી. તેમણે નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલ અને વિદેશ સચિવ અમૃત બહાદુર રાય સાથે વેપાર, કનેક્ટિવિટી, ઊર્જા અને વિકાસલક્ષી સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ રાજદ્વારી પ્રયાસો વચ્ચે અયોધ્યા-જનકપુર રેલસેવાને મળેલી મંજૂરી બંને દેશો વચ્ચે પરિવહન અને સાંસ્કૃતિક જોડાણ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહની ભારત મુલાકાત પહેલાં નિર્ણય
ભારત અને નેપાળ વચ્ચે રેલવે કનેક્ટિવિટી વધારવાની આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહની ભારત મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે. પીએમ બાલેન્દ્ર શાહ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. વડાપ્રધાન બન્યા બાદ તેમની આ પહેલી દ્વિપક્ષીય ભારત મુલાકાત હશે.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતને રેલવેની મોટી ભેટ! તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલવે લાઈનમાં બનશે 15 સ્ટેશન
Also Read

ટોલ કલેક્શનમાં નવો રેકોર્ડ! ઓક્ટોબરમાં ₹6,640 કરોડની વસૂલાત, FASTag-UPIનો ઉપયોગ વધતાં રોકડ વ્યવહારો ઘટ્યા

Global Economy 2027: ભારત 7.2% ના દરે વધશે, જાણો ક્રૂડ ઓઇલ અને મોંઘવારી પર શું છે રિપોર્ટ

CNG Price Hike: ફરી એકવાર વધ્યા CNGના ભાવ, જાણો કેટલા અને ક્યા શહેરમાં?

કલાકોની સફર હવે મિનિટોમાં: 16 નવેમ્બરથી Namo Bharat નો નવો રૂટ શરૂ

SUV માર્કેટમાં બદલાયો ટ્રેન્ડ: હવે ડીઝલ નહીં, CNG બની પહેલી પસંદ

કેબ રેન્ટલના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, માત્ર 5 કારથી શરૂ કરી શકાશે બિઝનેસ, મુસાફરોને મળશે વધુ વિકલ્પો!

સ્પામ કોલ કરનારાઓની હવે ખેર નહીં! TRAI એ કાપ્યા 1.24 લાખ કનેક્શન




