Global Economy 2027: ભારત 7.2% ના દરે વધશે, જાણો ક્રૂડ ઓઇલ અને મોંઘવારી પર શું છે રિપોર્ટ
વૈશ્વિક રોકાણ બેંકના અહેવાલ મુજબ ભારતીય અર્થતંત્ર 7.2 ટકાના દરે વૃદ્ધિ પામશે, જ્યારે ચીન 4.5 ટકા પર અટકી શકે છે.

Goldman Sachs report 2027: ભારતના આર્થિક વિકાસને લઈને એક ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. વિશ્વની જાણીતી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સે પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કર્યો છે કે આવનારા સમયમાં ભારતની અર્થવ્યવસ્થા ચીનને પણ પાછળ છોડી દેશે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2027માં ભારતીય અર્થતંત્ર 7.2 ટકાના મજબૂત દરે આગળ વધશે. બીજી તરફ, નિકાસના આધારે ટકી રહેલા ચીનની સ્થિતિ થોડી નબળી પડી શકે છે, જ્યાં સ્થાનિક માંગ ઘટવાને કારણે તેનો વિકાસ દર 4.5 ટકા આસપાસ રહેવાની શક્યતા છે.
અમેરિકા અને અન્ય દેશોની આર્થિક સ્થિતિ
માત્ર ભારત જ નહીં, ગોલ્ડમેન સૅક્સના અહેવાલમાં અમેરિકાના અર્થતંત્ર વિશે પણ સકારાત્મક અંદાજ મુકવામાં આવ્યો છે. અમેરિકાનો વિકાસ દર જે 2026માં 2.3 ટકા હતો, તે વધીને 2027માં 2.4 ટકા થઈ શકે છે. આ સિવાય, જાપાન અને યુકેના અર્થતંત્રો પણ બજારની સામાન્ય ધારણા કરતાં સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ કોરિયા અને તાઇવાનને મોટો ફાયદો થશે, કારણ કે આ દેશોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલા ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે. ગોલ્ડમેન સૅક્સના મુખ્ય અર્થશાસ્ત્રી જોન હેટ્ઝિયસ માને છે કે 2027માં દુનિયાભરનો આર્થિક વિકાસ સારો રહેશે, પણ કોઈ મોટો જાદુઈ ઉછાળો જોવા નહીં મળે.
ક્રૂડ ઓઇલ અને AI રોકાણના આંકડા
સામાન્ય લોકોને અને વૈશ્વિક અર્થતંત્રને મોટી રાહત આપતા સમાચાર એ છે કે આવનારા સમયમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. કોમોડિટી નિષ્ણાતોનો અંદાજ છે કે ડિસેમ્બર 2027 સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને 78 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે. સાથે જ સીએનજી અને એલએનજી ગેસના ભાવ પણ નરમ રહેવાની ધારણા છે.
બીજી તરફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દુનિયાની અર્થવ્યવસ્થાને દોડાવવાનું મુખ્ય એન્જિન બનશે. રિપોર્ટ મુજબ, AI સેક્ટરમાં 2026માં 1.1 ટ્રિલિયન ડોલરનું રોકાણ હતું, જે 2027માં વધીને 1.8 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. જેમાં સૌથી મોટો હિસ્સો અમેરિકાના હાર્ડવેર સેક્ટરનો હશે, જે 500 બિલિયન ડોલરથી વધુનું રોકાણ મેળવી શકે છે.
મોંઘવારી ઘટશે પણ આ જોખમોથી સાવધાન!
ગોલ્ડમેન સૅક્સના અહેવાલ મુજબ ઉર્જાના ભાવ ઘટવાથી 2027માં દુનિયાભરમાં મોંઘવારી ઘટશે. અમેરિકામાં વ્યક્તિગત વપરાશ ખર્ચ પણ 3.2 ટકાથી ઘટીને 2.4 ટકા સુધી આવવાની આશા છે. જોકે, મુખ્ય અર્થશાસ્ત્રી જાન હેટ્ઝિયસે કેટલાક મોટા જોખમોની ચેતવણી પણ આપી છે. ઈરાન સાથે વધતા વિવાદો, વિવિધ દેશોની સરકારોની વધતી ખાધ અને જો AI સેક્ટરમાં ધારી સફળતા કે રોકાણ ન મળે, તો તેની સીધી નકારાત્મક અસર વૈશ્વિક વિકાસ પર પડી શકે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ટોલ કલેક્શનમાં નવો રેકોર્ડ! ઓક્ટોબરમાં ₹6,640 કરોડની વસૂલાત, FASTag-UPIનો ઉપયોગ વધતાં રોકડ વ્યવહારો ઘટ્યા

ભારત-નેપાળ વચ્ચે દોડશે નવી ટ્રેન, અયોધ્યા-જનકપુર વચ્ચે 604 કિમીની રેલસેવાને મંજૂરી

CNG Price Hike: ફરી એકવાર વધ્યા CNGના ભાવ, જાણો કેટલા અને ક્યા શહેરમાં?

કલાકોની સફર હવે મિનિટોમાં: 16 નવેમ્બરથી Namo Bharat નો નવો રૂટ શરૂ

SUV માર્કેટમાં બદલાયો ટ્રેન્ડ: હવે ડીઝલ નહીં, CNG બની પહેલી પસંદ

કેબ રેન્ટલના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, માત્ર 5 કારથી શરૂ કરી શકાશે બિઝનેસ, મુસાફરોને મળશે વધુ વિકલ્પો!

સ્પામ કોલ કરનારાઓની હવે ખેર નહીં! TRAI એ કાપ્યા 1.24 લાખ કનેક્શન




