કોમ્પ્યુટરમાં WhatsApp ખુલ્લું છોડો છો?, ખાનગી ચેટ લીક થવાથી લઈને છેતરપિંડી સુધીનો ખતરો
જો તમે ઓફિસ, સાયબર કાફે અથવા કોઈ અન્ય વ્યક્તિના કોમ્પ્યુટર પર WhatsApp Webનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઈ જજો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ વિભાગે ચેતવણી આપી છે કે WhatsApp Webનું સેશન ખુલ્લું રાખવાથી તમારી ખાનગી ચેટ, કોન્ટેક્ટ્સ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી અનધિકૃત વ્યક્તિના હાથમાં જઈ શકે છે.

WhatsApp Web Security Alert: આજકાલ ઓફિસમાં કામ કરતી વખતે અથવા લેપટોપ પર અન્ય કામ કરતા સમયે અનેક લોકો WhatsApp Webનો ઉપયોગ કરે છે. પરંતુ કામ પૂરું થયા બાદ WhatsApp Webમાંથી લોગ-આઉટ થવાનું ભૂલી જવું તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)એ આ અંગે ચેતવણી જાહેર કરી છે. એજન્સીના જણાવ્યાનુસાર,શેર કરેલા કે જાહેર કોમ્પ્યુટર પર WhatsApp Webનું સેશન ખુલ્લું રહેવાથી ખાનગી માહિતીની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
WhatsApp Webથી કેવી રીતે લીક થઈ શકે ખાનગી માહિતી?
I4Cના નેશનલ સાયબરક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટની એડવાઈઝરી અનુસાર,જો કોઈ વ્યક્તિ WhatsApp Webમાં લોગ-ઈન કરીને કોમ્પ્યુટર છોડી દે છે, તો તે ઉપકરણનો ઉપયોગ કરનાર અન્ય વ્યક્તિ તેના WhatsApp એકાઉન્ટમાં પ્રવેશ મેળવી શકે છે. આવી સ્થિતિમાં અનધિકૃત વ્યક્તિ તમારી ખાનગી વાતચીત, કોન્ટેક્ટ્સ અને ગ્રુપ ચેટ જોઈ શકે છે. ખાસ કરીને ઓફિસ કોમ્પ્યુટર, શેર કરેલા લેપટોપ અને પબ્લિક સિસ્ટમમાં આ જોખમ વધુ ગંભીર બની શકે છે.
તમારા નામે મેસેજ મોકલી થઈ શકે છે છેતરપિંડી
સરકારી એજન્સીએ ચેતવણી આપી છે કે ખુલ્લા WhatsApp Web સેશનનો દુરુપયોગ માત્ર ચેટ વાંચવા પૂરતો મર્યાદિત નથી. સાયબર ગુનેગારો તમારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરીને અન્ય લોકોને મેસેજ પણ મોકલી શકે છે.તેઓ તમારી ઓળખનો દુરુપયોગ કરીને સંપર્કમાં રહેલા લોકો સાથે નાણાકીય છેતરપિંડી, ફિશિંગ અથવા અન્ય પ્રકારના સ્કેમ કરવાનો પ્રયાસ કરી શકે છે. આવી સ્થિતિમાં એકાઉન્ટ ધારકની પ્રતિષ્ઠા અને ખાનગી માહિતી બંને જોખમમાં મુકાઈ શકે છે.
માત્ર બ્રાઉઝર બંધ કરવાથી WhatsApp Web લોગ-આઉટ નહીં થાય
એજન્સીએ ખાસ ચેતવણી આપી છે કે બ્રાઉઝરની વિન્ડો અથવા WhatsApp Webની ટેબ બંધ કરવી એટલે લોગ-આઉટ થવું નહીં. જો સેશન સક્રિય હોય તો ફરી બ્રાઉઝર ખોલવાથી WhatsApp Webનો ઉપયોગ ચાલુ રહી શકે છે.આથી દરેક ઉપયોગ બાદ મેન્યુઅલી લોગ-આઉટ થવું જરૂરી છે.
સાયબર હુમલાથી બચવા આ સાવચેતીઓ જરૂરી
I4Cએ યુઝર્સને ડિવાઇસ, ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર અને સિક્યુરિટી સોફ્ટવેર નિયમિત અપડેટ રાખવાની સલાહ આપી છે.આ ઉપરાંત શંકાસ્પદ ફાઇલો ડાઉનલોડ કરવી, ક્રેક્ડ સોફ્ટવેરનો ઉપયોગ કરવો અને અજાણી લિંક્સ ખોલવી જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા જણાવ્યું છે. WhatsAppમાં કોઈ અજાણ્યું ડિવાઇસ લિંક થયેલું દેખાય અથવા એકાઉન્ટમાં શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક તેની તપાસ કરીને સંબંધિત સેશન બંધ કરવું જોઈએ.
આ પણ વાંચો: ભારતીય અર્થતંત્ર માટે ઍલર્ટ: S&Pએ વિકાસદરનો અંદાજ ઘટાડ્યો, મોંઘવારી અને નબળા ચોમાસાથી વધશે ચિંતા
Also Read

સરકારી નોકરીની 2348 જગ્યાઓ માટે ભરતી: BSF, રેલવે, કોલફિલ્ડ્સ અને ઇન્ડિયન ઓઇલમાં તક, જાણો સંપૂર્ણ માહિતી

મુંબઈમાં 27 નવેમ્બરે SME ફાઇનાન્સ સમિટ, RBI ગવર્નર સંજય મલ્હોત્રા રહેશે મુખ્ય મહેમાન

ટાટા ગ્રુપમાં આંતરિક મતભેદ વકર્યા!, નોએલ ટાટાના વાંધા બાદ બોર્ડ મીટિંગ મુલતવી

શેરબજારના બ્રોકર્સ પર SEBIની કડક નજર! Stockal Securitiesના ₹100 કરોડના વિવાદથી ખળભળાટ

હવે UPI થી PF ના પૈસા ઉપાડી શકાશે? ડિસેમ્બર અંતની ડેડલાઇન પર મોટું અપડે

બજેટ 2027-28 પહેલાં આરોગ્ય ક્ષેત્ર પર કેન્દ્ર સરકારનું મંથન!નાણામંત્રીએ યોજી 10મી બેઠક,હેલ્થ સેક્ટર માટે શું થશે ખાસ?

કામની વાત: SBI ક્રેડિટ કાર્ડથી લઈને આધાર અને EMI સુધી, 1 ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ 5 મોટા નિયમો




