નેપાળ માટે ભારતનું ₹24,000 કરોડનું પેકેજ: પીએમ મોદી-બાલેન શાહની બેઠકમાં મોટા નિર્ણયો, અયોધ્યા-જનકપુર ટ્રેન શરૂ
ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહ વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારતે નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોના પુનર્નિર્માણ અને વિકાસ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે.

India Nepal Bilateral Meeting: ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે.સોમવાર (23 નવેમ્બર) દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને નેતાઓએ વેપાર,ઊર્જા, કનેક્ટિવિટી અને વિકાસલક્ષી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. બેઠક બાદ ભારતે નેપાળ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના વિકાસ સહયોગ પેકેજની જાહેરાત કરી હતી.
પૂરગ્રસ્ત નેપાળ માટે ભારતનું મોટું પેકેજ
નેપાળમાં પૂરને કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ભારતે પુનર્નિર્માણ અને લાંબાગાળાના વિકાસ માટે આર્થિક સહાય જાહેર કરી છે. વડાપ્રધાન મોદીએ ભારત-નેપાળના સંબંધોને સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ, આસ્થા અને પરસ્પર વિશ્વાસ સાથે જોડાયેલા ગણાવ્યા હતા.
નેપાળમાં IIT કેમ્પસ અને સ્ટાર્ટઅપ હબ
ભારતે નેપાળમાં સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર, ઇનોવેશન હબ અને IITના ઓફશોર કેમ્પસની સ્થાપનામાં સહયોગ આપવાની જાહેરાત કરી છે. નેપાળી વિદ્યાર્થીઓ માટે ભારતમાં કાયદા અને ટેક્નોલોજીના અભ્યાસ સંબંધિત શિષ્યવૃત્તિની તકો વધારવા તથા નેપાળમાં એગ્રો-ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવામાં સહયોગ આપવાની વાત પણ કરવામાં આવી હતી.
ભારત-નેપાળ સરહદ પર નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ
બંને દેશો વચ્ચે વેપાર અને મુસાફરી સરળ બનાવવા સરહદી સુવિધાઓ મજબૂત કરવામાં આવશે. ઉત્તરાખંડના ધારચુલા ખાતે ભારત-નેપાળ રોડ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બનબસામાં ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટની આધારશિલા મૂકવામાં આવી હતી. નેપાળના દોઢારા ચાંદની વિસ્તારમાં ચેક પોસ્ટના વિકાસને પણ વેગ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
અયોધ્યા-જનકપુર વચ્ચે સીધી ટ્રેન શરૂ
ભારત અને નેપાળના ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા બંને વડાપ્રધાનોએ વર્ચ્યુઅલી 'સરયુ કમલા સાપ્તાહિક એક્સપ્રેસ'ને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન અયોધ્યા અને જનકપુર વચ્ચે આશરે 604 કિલોમીટરનું અંતર લગભગ 19 કલાકમાં કાપશે. તેમાં કુલ 17 કોચ હશે. ટ્રેન મનકાપુર, બસ્તી, ગોરખપુર, નરકટિયાગંજ, રક્સૌલ, સીતામઢી, મધુબની અને જયનગર સહિતનાં સ્ટેશનો પરથી પસાર થશે. નિયમિત સાપ્તાહિક સેવા અયોધ્યાથી સોમવારે અને જનકપુરથી શનિવારે ચલાવવાનું આયોજન છે. ઉદ્ઘાટન માટેની વિશેષ ટ્રેન 23 નવેમ્બરે શરૂ કરવામાં આવી હતી.
ઊર્જા અને વેપાર ક્ષેત્રે સહયોગ વધશે
બંને દેશોએ હાઇડ્રોપાવર અને પેટ્રોલિયમ ક્ષેત્રે પણ સહયોગ વધારવાનો નિર્ણય કર્યો હતો. 669 મેગાવોટના લોઅર અરુણ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની આધારશિલા મૂકવામાં આવી હતી. મોતિહારી-અમલેખગંજ પેટ્રોલિયમ પાઇપલાઇનના બીજા તબક્કાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી નેપાળમાં ઊર્જા પુરવઠાનું માળખું મજબૂત બનવાની અપેક્ષા છે.
બાલેન શાહે ભારતનો આભાર માન્યો
નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ભારતના સ્વાગત અને વિકાસ સહયોગ બદલ વડાપ્રધાન મોદી તથા ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બંને દેશોના સંબંધો પરસ્પર સન્માન, વિશ્વાસ અને સદ્ભાવના પર આધારિત હોવાનું જણાવ્યું હતું. બેઠકથી શિક્ષણ, વેપાર, ઊર્જા અને સરહદી કનેક્ટિવિટીમાં ભાગીદારીને નવી દિશા મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: દિવાળી વેકેશનમાં ગુજરાતના સફારી પાર્કમાં પ્રવાસીઓનો ધસારો, માત્ર એક અઠવાડિયામાં કરોડો રૂપિયાની આવક
Also Read

બજેટ 2027-28 પહેલાં આરોગ્ય ક્ષેત્ર પર કેન્દ્ર સરકારનું મંથન!નાણામંત્રીએ યોજી 10મી બેઠક,હેલ્થ સેક્ટર માટે શું થશે ખાસ?

કામની વાત: SBI ક્રેડિટ કાર્ડથી લઈને આધાર અને EMI સુધી, 1 ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ 5 મોટા નિયમો

હવે દાવા વગર મળશે ESIC લાભ: જાણો બેંક ખાતામાં સીધા પૈસા મેળવવાની 3 શરતો

Suzuki Access 125 નવા અવતારમાં લોન્ચ, જાણો કિંમત અને વેરિઅન્ટ

બેંક ગ્રાહકો ખાસ વાંચે: આવતીકાલે 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ નિમિત્તે આ 21 શહેરોમાં બેંકો બંધ રહેશે

12 વર્ષમાં ભારતના 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા!, કેવી રીતે બદલાઈ દેશની સ્થિતિ?

કારના વેચાણમાં ઘટાડો, EVએ રચ્યો ઇતિહાસ! 5 લાખનો આંકડો પાર




