KuberaNowLogo
Saturday, 21/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

IPO બજાર રહેશે વ્યસ્ત : Foodlink–Integrisનો આવશે IPO, Crystal–Mahanadiના લિસ્ટિંગ પર નજર

23થી 29 નવેમ્બર, 2026ના સપ્તાહમાં Foodlink F&B Holdings અને Integris Medtechના મેઇનબોર્ડ IPO ખુલશે. સાથે Mahanadi Coalfieldsના ઇશ્યૂની છેલ્લી તારીખ તથા Crystal Crop Protectionના એલોટમેન્ટ અને લિસ્ટિંગ પર રોકાણકારોની નજર રહેશે.

Kuberanow DeskPublished On : 21 Nov 2026
IPO Market
IPO UpdateAI Image

Upcoming IPO: પ્રાઇમરી માર્કેટમાં આગામી સપ્તાહે રોકાણકારો માટે નવા ઇશ્યૂ અને લિસ્ટિંગની ગતિવિધિ રહેશે. 23થી 29 નવેમ્બર દરમિયાન ઓછામાં ઓછા બે મેઇનબોર્ડ IPO જાહેર ભરણાં માટે ખુલશે. Foodlink F&B Holdingsનો ઇશ્યૂ 26થી 30 નવેમ્બર અને Integris Medtechનો ઇશ્યૂ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. જોકે, ફાળવણી અને લિસ્ટિંગની તારીખો સંભવિત છે. Foodlink તથા Integrisના પ્રાઇસ બેન્ડ જાહેર થયા બાદ લોટ સાઇઝ અને અરજીની લઘુતમ રકમ સ્પષ્ટ થશે. આ દરમિયાન Mahanadi Coalfieldsનો IPO 23 નવેમ્બરે બંધ થશે. 20 નવેમ્બરે બંધ થયેલા Crystal Crop Protectionના ઇશ્યૂનું એલોટમેન્ટ અને લિસ્ટિંગ પણ આ સપ્તાહના મહત્વના તબક્કા રહેશે.


Foodlink: ₹192 કરોડનો ફ્રેશ ઇશ્યૂ

Foodlink F&B Holdings (India)ના બુક-બિલ્ટ IPOમાં ₹192 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને 88.35 લાખ શેરની ઓફર ફોર સેલ (OFS) સામેલ છે. એન્કર રોકાણકારો માટે બિડિંગ 25 નવેમ્બરે યોજાશે. શેરોની ફાળવણી 1 ડિસેમ્બરે થવાની અપેક્ષા છે અને NSE તથા BSE પર સંભવિત લિસ્ટિંગ 3 ડિસેમ્બરે થશે. ઇશ્યૂમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે ઓછામાં ઓછો 75%, રિટેલ માટે વધુમાં વધુ 10% અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટે નેટ ઓફરનો વધુમાં વધુ 15% હિસ્સો રહેશે. Equirus Capital અને JM Financial બુક-રનિંગ લીડ મેનેજર્સ તથા MUFG Intime India રજિસ્ટ્રાર છે.

 

2003માં સ્થાપિત અને મુંબઈમાં મુખ્યાલય ધરાવતી કંપની પ્રીમિયમ કેટરિંગ, કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરાં અને ક્લાઉડ કિચન ચલાવે છે. લગ્ન, સામાજિક પ્રસંગો, કોર્પોરેટ કાર્યક્રમો અને મોટા સમારંભો માટે તે સેવાઓ આપે છે. China Bistro, India Bistro, Glocal અને Art of Dum તેની બ્રાન્ડ્સ છે. Jade Luxury Banquets મારફતે બેન્ક્વેટ અને સંકલિત ફૂડ-બેવરેજ સેવાઓ પણ આપે છે.

 

30 સપ્ટેમ્બર, 2026 સુધી કંપની ભારત, UAE, UK અને મલેશિયામાં કાર્યરત હતી. સ્વિટ્ઝર્લૅન્ડ, તુર્કી, ઇટાલી, સ્પેન, ફ્રાન્સ, ઓમાન, કતાર, ઇજિપ્ત, જોર્ડન, માલદીવ્સ, થાઇલેન્ડ અને નાઇજીરિયામાં પણ તેણે કાર્યક્રમો માટે કેટરિંગ કર્યું છે. UAEમાં તેની આંતરરાષ્ટ્રીય પેટાકંપની છે.

 

ભારત અને UAEમાં કંપનીના કુલ 28 રેસ્ટોરાં તથા ક્લાઉડ કિચન છે. ભારતમાં બે શહેરોના 10 સ્થળે 15 અને UAEના બે શહેરોના સાત સ્થળે 13 એકમો છે. મુંબઈ, અમદાવાદ, મોહાલી, હૈદરાબાદ અને નવી દિલ્હીમાં પાંચ સેન્ટ્રલાઇઝ્ડ કિચન છે.

 

FY26માં કુલ આવક ₹572.26 કરોડ રહી, જે FY25માં ₹455.40 કરોડ હતી. કરપશ્ચાત નફો ₹14.26 કરોડથી વધીને ₹29.11 કરોડ થયો. નવી મૂડીથી બે સેન્ટ્રલાઇઝ્ડ કિચન, મહત્ત્વની પેટાકંપની FGRCS મારફતે ચાર રેસ્ટોરાં અને બે બેન્ક્વેટ સ્થાપવાની યોજના છે. કંપની તથા FGRCSનું દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ ભંડોળ વપરાશે.


Integris: મેડિકલ ડિવાઇસિસ કંપનીનો ઇશ્યૂ

Integris Medtechના બુક-બિલ્ટ IPOમાં ₹600 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને 1.08 કરોડ શેરનો OFS છે. ફાળવણી 2 ડિસેમ્બરે અને NSE–BSE પર લિસ્ટિંગ 4 ડિસેમ્બરે થવાની સંભાવના છે. QIBs માટે ઓછામાં ઓછો 75%, રિટેલ માટે વધુમાં વધુ 10% અને NIIs માટે વધુમાં વધુ 15% હિસ્સો રહેશે. ICICI Securities, Axis Capital, Citigroup Global Markets India અને IIFL Capital Services લીડ મેનેજર્સ છે, જ્યારે KFin Technologies રજિસ્ટ્રાર છે.

 

2008માં સ્થાપિત કંપની કાર્ડિયોવાસ્ક્યુલર ડિવાઇસિસ, ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક્સ અને વૈજ્ઞાનિક લેબોરેટરી સોલ્યુશન્સ વિકસાવે, બનાવે અને વેચે છે. ભારત, જર્મની અને નેધરલૅન્ડ્સમાં ઉત્પાદન સુવિધાઓ ધરાવતી કંપની 65થી વધુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પુરવઠો કરે છે. તેના ગ્રાહકોમાં 9,500થી વધુ લેબોરેટરી અને 2,000 હોસ્પિટલ તથા કેથલેબ છે. પોર્ટફોલિયોમાં 200થી વધુ બ્રાન્ડ્સ હેઠળ 22,000થી વધુ પ્રોડક્ટ વેરિઅન્ટ્સ (SKUs) છે.

 

કાર્ડિયોવાસ્ક્યુલર પોર્ટફોલિયોમાં ડ્રગ-ઇલ્યુટિંગ સ્ટેન્ટ્સ, ડ્રગ-કોટેડ બલૂન્સ, જટિલ કોરોનરી સારવારનાં ઉત્પાદનો અને વાસ્ક્યુલર એક્સેસ સોલ્યુશન્સ છે. લેબોરેટરી બિઝનેસમાં ક્લિનિકલ, રિસર્ચ અને ઔદ્યોગિક સાધનો, રીએજન્ટ્સ તથા વપરાશની સામગ્રીનો સમાવેશ થાય છે. BioCal બ્રાન્ડથી ઇન્સ્ટોલેશન, જાળવણી અને કેલિબ્રેશન સેવાઓ અપાય છે.

 

કંપની ભારત, સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા અને ફિલિપાઇન્સમાં સરકારી તથા ખાનગી ગ્રાહકોને સેવા આપે છે. યુરોપમાં Chrome અને Protégé જેવી પોતાની કાર્ડિયોવાસ્ક્યુલર બ્રાન્ડ્સ પર ભાર છે; અન્ય બજારોમાં મધ્ય પૂર્વ, આફ્રિકા અને લેટિન અમેરિકા સામેલ છે.

 

FY25માં કુલ આવક ₹1,959.58 કરોડ રહી, જે FY24માં ₹1,582.26 કરોડ હતી. FY24ના ₹4.88 કરોડના નુકસાન સામે FY25માં ₹70.68 કરોડનો નફો થયો. ભંડોળ મુખ્યત્વે Translumina Therapeutics, Transhealth, HaleMed Medical સહિત સંપૂર્ણ માલિકીની અને પરોક્ષ પેટાકંપનીઓનું દેવું ચૂકવવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વપરાશે.


IPO Market


Crystal Crop: 17.03 ગણો ભરાયો

Crystal Crop Protectionનો ₹455.49 કરોડનો IPO 20 નવેમ્બરે 17.03 ગણા ભરણા સાથે બંધ થયો. ઓફરમાં રહેલા 1.22 કરોડ શેર સામે 20.76 કરોડ શેર માટે બિડ મળી. QIB હિસ્સો 15.47 ગણો, NII 37.69 ગણો અને રિટેલ હિસ્સો 9.26 ગણો ભરાયો.

 

ઇશ્યૂમાં ₹354.77 કરોડના 1.31 કરોડ નવા શેર અને ₹100.71 કરોડના 37.03 લાખ શેરનો OFS સામેલ છે. પ્રાઇસ બેન્ડ ₹259–272 અને લોટ સાઇઝ 55 શેર હતી. ઉપલા ભાવે એક લોટ માટે ₹14,960 જરૂરી હતા. ફાળવણી 23 નવેમ્બરે અને સંભવિત લિસ્ટિંગ 26 નવેમ્બરે NSE–BSE પર થશે. IIFL Capital Services, DAM Capital Advisors અને Motilal Oswal Investment Advisors લીડ મેનેજર્સ તથા MUFG Intime India રજિસ્ટ્રાર છે.

 

1994માં સ્થાપિત કંપની એગ્રોકેમિકલ્સ અને બીજના વ્યવસાયમાં છે. તેના ઉત્પાદનોમાં નીંદણનાશક, ફૂગનાશક, જંતુનાશક, બાયો-સ્ટિમ્યુલન્ટ્સ, બાયો-પ્રોટેક્ટન્ટ્સ, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, પ્રવાહી ખાતર અને સૂક્ષ્મ પોષકતત્ત્વો છે. બીજ બિઝનેસમાં ખેતપાક, શાકભાજી અને ફૂલો સામેલ છે. સંશોધન, બીજ સંવર્ધન, ઉત્પાદન અને વિતરણ સુધી સંકલિત વ્યવસ્થા છે.

 

30 જૂન, 2026 સુધી કંપની પાસે 63 પ્લાન્ટ વેરાઇટી પ્રોટેક્શન રજિસ્ટ્રેશન અને 275થી વધુ હાઇબ્રિડ બીજનો પોર્ટફોલિયો હતો. 23 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં 14,717 સ્વતંત્ર વિતરકો તથા 36 વિતરણ કેન્દ્રો છે.

 

FY26માં કુલ આવક ₹2,731.94 કરોડથી વધીને ₹3,180.98 કરોડ, નફો ₹118.39 કરોડથી ₹144.91 કરોડ અને EBITDA ₹315.28 કરોડથી ₹456.23 કરોડ થયો. ભંડોળ કંપની તથા મહત્ત્વની પેટાકંપની Saffire Crop Scienceનું દેવું ચૂકવવા, એક્વિઝિશન અને વ્યૂહાત્મક પહેલથી વૃદ્ધિ તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વપરાશે.


Mahanadi: 23 નવેમ્બર છેલ્લો દિવસ

Mahanadi Coalfieldsના IPOમાં બીજા દિવસ સુધી 48% ભરણું અને 23,88,38,600 શેર માટે બિડ મળી હતી. QIB હિસ્સો 1.37 ગણો, NII 0.18 ગણો અને રિટેલ હિસ્સો 0.24 ગણો ભરાયો હતો.

 

₹8,981.12 કરોડનો ઇશ્યૂ સંપૂર્ણપણે 66.18 કરોડ શેરનો OFS છે. તેથી કંપનીને ભંડોળ મળશે નહીં; રકમ વેચાણકર્તા શેરધારકોને જશે. પ્રાઇસ બેન્ડ ₹129–136 અને લોટ સાઇઝ 110 શેર છે. ઉપલા ભાવે લઘુતમ અરજી ₹14,960ની થાય છે. ફાળવણી 25 નવેમ્બરે અને સંભવિત લિસ્ટિંગ 27 નવેમ્બરે NSE–BSE પર થશે. SBI Capital Markets, Axis Capital, BOB Capital Markets, IDBI Capital Markets & Securities અને IIFL Capital Services લીડ મેનેજર્સ તથા KFin Technologies રજિસ્ટ્રાર છે.

 

એપ્રિલ 1992માં સ્થાપિત Coal Indiaની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ઉત્પાદનના આધારે દેશની સૌથી મોટી કોલસા ઉત્પાદક છે. મુખ્યત્વે નોન-કોકિંગ કોલસો ઉત્પન્ન કરતી કંપની ઓડિશાના તાલચેર અને ઇબ વેલી ક્ષેત્રોમાં કાર્યરત છે. વીજળી, સિમેન્ટ, સ્પોન્જ આયર્ન, સ્ટીલ, એલ્યુમિનિયમ અને કાગળ ઉદ્યોગોને પુરવઠો કરે છે. તેની ખુલ્લી તથા ભૂગર્ભ ખાણોને કોલ હેન્ડલિંગ પ્લાન્ટ, ઝડપી લોડિંગ સિસ્ટમ, સાઇલો અને પરિવહન માળખાનો ટેકો છે.

 

આ પણ વાંચો: ધીરુભાઈથી આકાશ સુધી, રોકાણકારોને બંને યુગમાં કમાણી


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn