KuberaNowLogo
Sunday, 29/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Starlink-Jio બાદ Singtelની ભારતના Satcom માર્કેટમાં એન્ટ્રીની તૈયારી

Singapore Telecommunications (Singtel)એ પોતાની ભારતીય સહાયક કંપની Singapore Telecom India મારફતે સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવાઓ વિસ્તૃત કરવા સરકાર પાસે નવી FDI મંજૂરી માટે અરજી કરી છે.

desk@kuberanowPublished On : 25 Aug 2026
સેટેલાઇટ કોમ્યુનિકેશન
Starlink-Jio બાદ હવે Singtelની Satcomમાં એન્ટ્રીની તૈયારીAI GENERATED IMAGE

ભારતના ઝડપથી વિકસતા સેટેલાઇટ કોમ્યુનિકેશન માર્કેટમાં હવે વધુ એક વૈશ્વિક કંપની પ્રવેશ કરવાની તૈયારીમાં છે. Singapore Telecommunications એટલે કે Singtelએ પોતાની સંપૂર્ણ માલિકીની ભારતીય સહાયક કંપની સિંગાપોર ટેલિકોમ ઈન્ડિયા (STIPL) મારફતે Satcom સેવાઓ શરૂ કરવા નવી Foreign Direct Investment (FDI) મંજૂરી માટે અરજી કરી છે.


STIPL છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ભારતમાં કાર્યરત છે. જોકે કંપની હવે પોતાની પ્રવૃત્તિઓ સેટેલાઇટ કોમ્યુનિકેશન સુધી વિસ્તારી રહી હોવાથી નવી FDI મંજૂરી જરૂરી બની છે. સરકારી અધિકારીએ અરજી વિચારણા હેઠળ હોવાની પુષ્ટિ કરી છે.


સરકારી અને ખાનગી કંપનીઓને સેવા આપવાની યોજના

મંજૂરી મળ્યા બાદ Singtel જાહેર ક્ષેત્રની સંસ્થાઓ તેમજ ખાનગી ઉદ્યોગોને સેટેલાઇટ based કોમ્યુનિકેશન સેવાઓ આપવાની યોજના ધરાવે છે.કંપની આશરે 36થી 38 geostationary satellitesના વૈશ્વિક નેટવર્કનો ઉપયોગ કરવા માગે છે. સાથે જ તે સ્ટારલિંક જેવા અન્ય સેટેલાઇટ ઓપરેટરો સાથે પણ કામ કરી શકે છે. Singtel પાસે એવી ટેક્નોલોજી પણ છે જે GEO, Medium-Earth Orbit અને Low-Earth Orbit satellitesને 4G, 5G તથા fixed ટેલિકોમ નેટવર્ક્સ સાથે જોડવાની સુવિધા આપે છે.


Airtel સાથે પહેલેથી મોટું જોડાણ

Singtelની ભારતમાં પહેલેથી જ મહત્વપૂર્ણ હાજરી છે. કંપની પાસે Bharti Airtelમાં સીધી અને પરોક્ષ રીતે કુલ 26.85% હિસ્સેદારી છે. Singtel હાલમાં જરૂરી મંજૂરીઓ હેઠળ ભારતમાં એક Direct-to-Home operatorને સેટેલાઇટ પ્રસારણ ક્ષમતા પણ પૂરી પાડે છે.


Satcom માર્કેટમાં સ્પર્ધા વધશે

ભારતીય સેટેલાઇટ કોમ્યુનિકેશન માર્કેટમાં Starlink, Reliance Jio, Bharti-backed Eutelsat OneWeb અને Amazonના satellite venture સહિત અનેક મોટા ખેલાડીઓ પ્રવેશની તૈયારીમાં છે.જોકે હજુ સુધી કોમર્શિયલ સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ શરૂ થવામાં સુરક્ષા મંજૂરી, spectrum pricing અને regulatory મુદ્દાઓ જેવી અડચણો રહેલી છે.


ભારતની space economy 2033 સુધીમાં આશરે $44 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે. સરકાર Indian Space Policy 2023 હેઠળ private participation વધારવા માગે છે. Satcom કંપનીઓને IN-SPACeની મંજૂરી સાથે દૂરસંચાર વિભાગ પાસેથી જરૂરી licence અને spectrum પણ મેળવવું પડશે. Singtelને મંજૂરી મળે તો ભારતના સેટેલાઇટ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં વૈશ્વિક કંપનીઓ વચ્ચેની સ્પર્ધા વધુ તેજ બની શકે છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Bangladesh Garment Industry

બાંગ્લાદેશને મોટો ઝટકો: Zara-H&Mના ₹2,300 કરોડથી વધુના ઓર્ડર અન્ય દેશોમાં શિફ્ટ, ભારતને સૌથી વધુ ફાયદો

US Banking Crisis

અમેરિકામાં વધુ એક મોટી બેન્ક ડૂબી!, અબજો ડોલરની ડિપોઝિટનું શું થશે?

 Electric Vehicle Market

વિશ્વની 10માંથી 6 ઇલેક્ટ્રિક કાર ચીનમાં વેચાઈ, અમેરિકામાં EV માર્કેટ ઠંડું પડ્યું

IBM Ends US H-1B Visa and Green Card Sponsorships

નોકરી છોડી દો - ભારત જાઓ, IBM એ યુએસ વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરી, 31 ડિસેમ્બર સુધીની ડેડલાઇન

 AIથી નોકરીઓ પર મોટું સંકટ?

અમેરિકામાં 1.6 કરોડ નોકરીઓ AI ખાઈ જશે !

Elon Musk SpaceX Shares

અમેરિકાના દરેક બાળકને ઈલોન મસ્ક આપશે ખાસ ભેટ, જાહેરાત સાંભળીને તમે પણ ચોંકી જશો

US Proposes 25% Tariff on India, 40% on China Goods

અમેરિકાનો નવો ટેરિફ બોમ્બ: ભારત સહિત 7 દેશો પર 25% અને ચીન પર 40% સુધી ટેક્સ લાદવાનો પ્રસ્તાવ

US Stock Market Falls as Nvidia and Anthropic Shares Drop

US શેરબજારમાં કડાકો: AI શેરોમાં વેચવાલીથી Nasdaq 1.43% તૂટ્યો, Nvidia અને Anthropic ના શેર ગગડ્યા