Dividend Stocks: આ અઠવાડિયે 15 કંપનીઓ આપશે ડિવિડન્ડ, એક કંપની તો આપવાની છે શેર દીઠ ₹150
ડિવિડન્ડ કમાણી પર નજર રાખતા રોકાણકારો માટે આવતું અઠવાડિયું મહત્વનું રહેશે. 16થી 20 નવેમ્બર વચ્ચે કુલ 15 કંપનીઓ અને ટ્રસ્ટની ડિવિડન્ડ રેકોર્ડ ડેટ છે. તેમાં Cochin Shipyard, PFC, MRF, Page Industries, Ingersoll Rand અને Oil India જેવા મોટા નામ સામેલ છે.

આ અઠવાડિયે ડિવિડન્ડ મેળવવા માંગતા રોકાણકારો માટે અનેક મહત્વની રેકોર્ડ ડેટ આવી રહી છે. 16 નવેમ્બરથી 20 નવેમ્બર વચ્ચે કુલ 15 કંપનીઓ પોતાના ડિવિડન્ડ અથવા ડિસ્ટ્રીબ્યુશન માટે Record Date નક્કી કરી છે. આ લિસ્ટમાં સૌથી મોટું ડિવિડેન્ડ Page Industriesનું છે. કંપનીએ શેર દીઠ ₹150નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. બીજી તરફ Ingersoll Rand (India)એ શેર દીઠ ₹20નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે.
16 નવેમ્બરે કઈ કંપનીઓની Record Date?
Cochin Shipyardએ શેર દીઠ ₹3નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. Shipping Corporation of India શેર દીઠ ₹4નું ઈન્ટરિમ ડિવિડન્ડ આપશે. આ બંને કંપનીઓ માટે રેકોર્ડ ડેટ 16 નવેમ્બર રહેશે.
17 નવેમ્બરે સૌથી વધુ કંપનીઓની Record Date
17 નવેમ્બરે અનેક કંપનીઓ અને ટ્રસ્ટની રેકોર્ડ ડેટ રહેશે. Power Finance Corporationએ શેર દીઠ ₹4.10નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. MRF શેર દીઠ ₹3નું ડિવિડન્ડ આપશે. Nile Limitedએ શેર દીઠ ₹3નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. EAAA India Alternatives શેર દીઠ ₹7નું ઈન્ટરિમ ડિવિડન્ડ આપશે. PowerGrid Infrastructure Investment Trust કુલ ₹3 પ્રતિ યુનિટ ડિસ્ટ્રીબ્યુશન કરશે. તેમાં ₹1.69 વ્યાજ, ₹0.62 ડિવિડેન્ડ અને ₹0.68 અન્ય ચુકવણીનો સમાવેશ થાય છે. Oriental InfraTrust પ્રતિ યુનિટ ₹3.4596નું ડિસ્ટ્રીબ્યુશન કરશે.
18 નવેમ્બરે Page Industriesની Record Date
18 નવેમ્બરે ત્રણ કંપનીઓની રેકોર્ડ ડેટ રહેશે. Page Industriesએ શેર દીઠ ₹150નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે આ લિસ્ટમાં સૌથી વધુ ડિવિડેન્ડ આપનારી કંપની હશે. Manappuram Finance શેર દીઠ ₹1નું ઈન્ટરિમ ડિવિડન્ડ આપશે. TD Power Systemsએ શેર દીઠ ₹0.65નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
19 નવેમ્બરે Ingersoll Randની Record Date
Ingersoll Rand (India)એ શેર દીઠ ₹20નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ 19 નવેમ્બર 2026ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
20 નવેમ્બરે Oil India સહિત 3 નામ
20 નવેમ્બરે પણ ત્રણ કંપનીઓની રેકોર્ડ ડેટ રહેશે. Oil Indiaએ શેર દીઠ ₹7નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. Venus Pipes & Tubes શેર દીઠ ₹0.50નું ડિવિડન્ડ આપશે. Talbros Automotive Componentsએ શેર દીઠ ₹0.30નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે.
રેકોર્ડ ડેટ કેમ મહત્વની?
રેકોર્ડ ડેટ એ તારીખ છે જેના આધારે કંપની નક્કી કરે છે કે કયા શેરહોલ્ડર ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર છે. એટલે કોઈ રોકાણકાર ડિવિડન્ડ મેળવવા માંગે તો શેર ખરીદવાની તારીખ, ex-dividend date અને સેટલમેન્ટ સાયકલ પણ ધ્યાનમાં લેવી જરૂરી બને છે. આ અઠવાડિયે પેઆઉટ ₹0.30 પ્રતિ શેરથી લઈને ₹150 પ્રતિ શેર સુધી છે. એટલે ડિવિડન્ડ રોકાણકારોની ખાસ નજર Page Industries, Ingersoll Rand, Oil India, PFC, MRF અને Cochin Shipyard જેવા શેરો પર રહી શકે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

SEBI New Rules: AI ના દુરુપયોગ પર લગામ કસવા સેબી તૈયાર, કંપનીઓની જવાબદારી નક્કી થશે

Life Insurance Sector: લાઇફ ઇન્શ્યોરન્સમાં વધશે કમાણીની તક, આગામી 3 વર્ષ ગ્રોથ ચાલુ રહેવાની શક્યતા

છેલ્લા 6 મહિનામાં 11 પેની સ્ટોક્સ 84% સુધી તૂટ્યા: શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?

Stocks to Buy: આ 4 શેરમાં 87% સુધીની તેજીના સંકેત, મોતીલાલ ઓસ્વાલ સહિત મોટા બ્રોકરેજિસની સલાહ

FIIs Inflow: બજારમાં ફરી વિદેશી પૈસાનો વરસાદ, FIIsએ નવેમ્બરમાં ₹84,290 કરોડ ઠાલવ્યા

Bitcoin Crash: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે વેચવાલી, બિટકોઈન ગગડીને ચાર મહિનાના નીચલા સ્તરે

શુક્રવારે બજારમાં હતી મંદી તો આ શેરમાં કેમ લાગી અપર સર્કિટ





