KuberaNowLogo
Sunday, 15/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Bank Holiday: આવતા અઠવાડિયે 3 દિવસ બેન્કો રહેશે બંધ, જાણો તમારા શહેરમાં ક્યારે રજા?

જો તમે 16થી 22 નવેમ્બર વચ્ચે બેન્ક જવાનું આયોજન કરી રહ્યા છો તો પહેલા રજાની તારીખ ચકાસી લેવી જરૂરી છે. RBIના હોલિડે કેલેન્ડર મુજબ આ સમયગાળા દરમિયાન છઠ પૂજા, ઇગાસ-બગ્વાલ અને રવિવારને કારણે કેટલાક શહેરોમાં બેન્ક શાખાઓ બંધ રહેશે. જોકે આ ત્રણેય રજા સમગ્ર દેશમાં એકસાથે લાગુ નહીં પડે અને શહેર પ્રમાણે બેન્ક હોલિડે અલગ રહેશે.

kuberanow deskPublished On : 15 Nov 2026
bank holiday

તહેવારોની સિઝન પૂરી થઈ ગઈ છે. ત્યારે હજુ પણ અમુક શહેરોમાં સ્થાનિક તહેવારોને લઈને બેન્કો બંધ રહેવાની છે. 16થી 22 નવેમ્બર વચ્ચે બેન્ક સંબંધિત કોઈ જરૂરી કામ હોય તો રજા કયા શહેરમાં લાગુ પડે છે તે પહેલા જાણી લેવું ઉપયોગી રહેશે. RBIના સત્તાવાર કેલેન્ડર મુજબ 16 નવેમ્બરે છઠ પૂજા માટે પટના અને રાંચીમાં બેન્ક શાખાઓ બંધ રહેશે, જ્યારે 20 નવેમ્બરે દેહરાદૂનમાં ઇગાસ-બગ્વાલને કારણે રજા રહેશે. 22 નવેમ્બરે રવિવાર હોવાથી દેશભરમાં બેન્ક શાખાઓમાં સાપ્તાહિક રજા રહેશે.


16 નવેમ્બરે ક્યાં બેન્કો બંધ રહેશે?

16 નવેમ્બર, સોમવારે છઠ પૂજા એટલે કે સૂર્ય ષષ્ઠી ડાલા છઠને કારણે પટના અને રાંચીમાં બેન્ક શાખાઓ બંધ રહેશે. આ રજા સમગ્ર દેશમાં લાગુ નહીં પડે. એટલે અન્ય શહેરોમાં બેન્કો સામાન્ય રીતે ખુલ્લી રહેશે.


20 નવેમ્બરે દેહરાદૂનમાં રજા

20 નવેમ્બર, શુક્રવારે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ઇગાસ-બગ્વાલના કારણે બેન્કો બંધ રહેશે. RBIના નવેમ્બર હોલિડે કેલેન્ડરમાં 20 નવેમ્બરને ઇગાસ-બગ્વાલ માટે પ્રાદેશિક રજા તરીકે દર્શાવવામાં આવી છે.


22 નવેમ્બરે દેશભરમાં બેન્કો બંધ

22 નવેમ્બર રવિવાર હોવાથી દેશભરમાં બેન્ક શાખાઓ બંધ રહેશે. રવિવારની સાપ્તાહિક રજા તમામ બેન્ક શાખાઓ માટે લાગુ પડે છે.


આ પણ વાંચો: FIIs Inflow: બજારમાં ફરી વિદેશી પૈસાનો વરસાદ, FIIsએ નવેમ્બરમાં ₹84,290 કરોડ ઠાલવ્યા

કયા દિવસ બેન્કો ખુલ્લી રહેશે?

16થી 22 નવેમ્બર વચ્ચે 17, 18 અને 19 નવેમ્બરે બેન્કોમાં સામાન્ય કામકાજ રહેવાની અપેક્ષા છે. 21 નવેમ્બર મહિનાનો ત્રીજો શનિવાર છે. બેન્કો સામાન્ય રીતે બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે, તેથી 21 નવેમ્બરે શાખાઓ ખુલ્લી રહેશે. RBI પણ બીજા અને ચોથા શનિવારને જાહેર બેન્ક હોલિડે તરીકે દર્શાવે છે.


બેન્ક બંધ હોય તો પણ ડિજિટલ સેવા ચાલુ રહેશે

બેન્ક શાખા બંધ હોવા છતાં સામાન્ય રીતે UPI, મોબાઇલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ અને ATM જેવી સેવાઓ ચાલુ રહેશે. ગ્રાહકો ફંડ ટ્રાન્સફર, બિલ પેમેન્ટ અને બેલેન્સ ચેક જેવા રોજિંદા કામ કરી શકશે. જોકે ચેક ક્લિયરિંગ, દસ્તાવેજ જમા કરાવવું, લોકર એક્સેસ, KYC અપડેટ અથવા શાખામાં હાજરી જરૂરી હોય તેવી સેવાઓ રજાના દિવસે ઉપલબ્ધ નહીં હોય અથવા તેમાં વિલંબ થઈ શકે છે. શાખા જવાનું હોય તો પોતાના શહેરની ચોક્કસ રજા માટે RBI કે પોતાની બેન્કની સત્તાવાર માહિતી એકવાર ચકાસી લેવી વધુ યોગ્ય રહેશે, કારણ કે પ્રાદેશિક રજાઓ દરેક શહેરમાં એકસરખી હોતી નથી.


આ પણ જુઓ

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Post Office vs Bank FD

પોસ્ટ ઓફિસ કે બેંક FD? ક્યાં પૈસા રોકવાથી મળશે વધુ વળતર, જાણો સંપૂર્ણ ગણિત

new mutual fund nfos launching this week

રોકાણકારો માટે મોટી તક: આ અઠવાડિયે 9 નવા મ્યુચ્યુઅલ ફંડ NFO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે

sip vs lumpsum mutual fund investment 10 years return comparison

SIP vs Lumpsum: દર મહિને ₹5,000 ની SIP કે ₹5 લાખનું એકસાથે રોકાણ, 10 વર્ષમાં શેમાં મળશે વધુ રિટર્ન?

Children's Day

Children’s Day પર બાળકને આપો નાણાકીય શિક્ષણ અને ભવિષ્યનો પાયો મજબૂત કરો

How Safe Is Your Bank Money DICGC 5 Lakh Deposit Insurance

બેંક ખાતામાં ₹5 લાખથી વધુ રકમ છે? આ નિયમ નહીં જાણો તો થઈ શકે છે મોટું નુકસાન

GIFT City Funds

GIFT City Funds: વૈશ્વિક બજારમાં રોકાણના નવા વિકલ્પો, Standard Charteredના 4 ફંડ; Franklinનું NFO ખુલ્યું

Sweep In FD Benefits Earn Higher Interest On Savings

બેંક ગ્રાહકો માટે કામના સમાચાર: સેવિંગ્સ એકાઉન્ટ પર વધુ વ્યાજ મેળવવા શરૂ કરો Sweep-In FD

ICICI Bank Credit Card Rule Changes Dec 2026 Fees Perks

ICICI Bank Credit Card: 15 ડિસેમ્બરથી બદલાશે નિયમો, મફત મૂવી ટિકિટ અને વીમો બંધ