Flight Cancelled: ફ્લાઇટ રદ થઈ, બેગ એરપોર્ટ પર અટવાઈ? જાણો પાછી મેળવવાની રીત
અમેરિકામાં FAAના નેશનલવાઈડ ગ્રાઉન્ડ સ્ટોપ બાદ હજારો ફ્લાઇટ્સ રદ અથવા મોડું થતાં મુસાફરો સામે ચેક-ઇન સામાનની નવી મુશ્કેલી ઊભી થઈ છે. ઘણા મુસાફરો ફ્લાઇટ રદ થયા બાદ પણ કલાકો સુધી પોતાની બેગની રાહ જોતા રહ્યા. આવી સ્થિતિમાં એરપોર્ટ છોડતા પહેલાં એરલાઈન બેગેજ ડેસ્કનો સંપર્ક કરવો, બેગેજ ક્લેમ ટેગ સાચવી રાખવો અને જરૂર પડે તો ડિલેય બેગેજ રિપોર્ટ નોંધાવવો સૌથી મહત્વપૂર્ણ છે.

અમેરિકામાં શુક્રવારે ટેલિકોમ્યુનિકેશન આઉટેજ બાદ FAAએ નેશનલવાઈડ ગ્રાઉન્ડ સ્ટોપ જાહેર કર્યો હતો. આ પ્રતિબંધ ચાર કલાકથી વધુ સમય સુધી ચાલુ રહ્યો અને તેના કારણે હજારો ફ્લાઇટ્સ રદ થઈ અથવા મોડી પડી હતી. ગ્રાઉન્ડ સ્ટોપ હટ્યા બાદ ફ્લાઇટ્સ ધીમે ધીમે શરૂ થઈ, પરંતુ સામાનની હેરફેર અને મુસાફરોની સમસ્યાઓનો તરત નિકાલ આવ્યો ન હતો. શિકાગો મિડવે ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત અનેક એરપોર્ટ પર મુસાફરોને પોતાની ચેક-ઇન સામાન મેળવવા લાંબી રાહ જોવી પડી. એક સમયે શિકાગો મિડવે ખાતે 170થી વધુ ફ્લાઇટ્સ મોડું ચાલી રહી હતી અને વેઈટિંગ ટાઇમ લગભગ 90 મિનિટ સુધી પહોંચી ગયો હતો.
ફ્લાઇટ રદ થાય અને બેગ ન મળે તો શું કરવું?
જો તમારી ફ્લાઇટ ચેક-ઇન સામાન આપ્યા બાદ રદ થાય, તો એરપોર્ટ છોડતા પહેલાં એરલાઈનના બેગેજ સર્વિસ ડેસ્ક પર જવું જોઈએ. તમારી બેગ હજુ એરપોર્ટ સોર્ટિંગ સિસ્ટમમાં હોઈ શકે છે અથવા એરલાઈન તેને બીજી ફ્લાઇટમાં ટ્રાન્સફર કરવાની તૈયારીમાં હોઈ શકે છે. સ્ટાફને સામાન મેળવવા માટેની ટૅગ બતાવીને બેગ હાલમાં ક્યાં છે તે અંગે માહિતી માગવી જોઈએ. જો એરલાઈન તરત બેગ શોધી ન શકે, તો ડિલેય બેગેડ રિપોર્ટ નોંધાવવો અને તેનો રેફરન્સ નંબર જરૂર સાચવી રાખવો.
બેગ એરપોર્ટ પર રાખી શકાય કે આગળ મોકલી શકાય?
મુસાફરો એરલાઈનને પૂછે કે તેમની બેગ એરપોર્ટ પર હોલ્ડ કરી શકાય છે કે નહીં. જો તમને બીજી ફ્લાઇટમાં રિબુક કરવામાં આવ્યા હોય, તો એરલાઈન બેગને તમારા નવા ગંતવ્ય સ્થાન સુધી મોકલી શકે છે. આ વિકલ્પ એરલાઈન અને પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે.
AirTag હોય તો મદદ મળી શકે
જો તમારી બેગમાં Apple AirTag અથવા અન્ય ટ્રેકિંગ ડાઈવસ હોય, તો તેની લોકેશન એરલાઈન સ્ટાફ સાથે શેર કરી શકાય છે. આથી એરલાઈનને સામાન શોધવામાં મદદ મળી શકે છે. જોકે ટ્રેકિંગ લોકેશન હોવા છતાં બેગેજ ડેસ્ક દ્વારા સત્તાવાર પ્રોસેસ પૂરી કરવી જરૂરી છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસ કે બેંક FD? ક્યાં પૈસા રોકવાથી મળશે વધુ વળતર, જાણો સંપૂર્ણ ગણિત
Receipt સાચવી રાખો
તમારા સામાનની રસિદ, ક્લેમ ટેગ અને એરલાઈન સાથે થયેલી કોમ્યુનિકેશન બેગ પાછી મળે ત્યાં સુધી સાચવી રાખવી જોઈએ. જો સામાન લાંબા સમય સુધી ન મળે, તો આ ડોક્યુમેન્ટ આગળની ક્લેમ પ્રોસેસમાં જરૂરી બની શકે છે.
FAA Ground Stop કેમ લાગ્યો?
FAAએ શુક્રવારે Eastern Time પ્રમાણે બપોરે 3:54 વાગ્યે સમગ્ર દેશમાં વિમાનોના ઉડાન પર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. હવાઈ ટ્રાફિક નિયંત્રણ કેન્દ્રોને અસર કરનાર ટેલિકોમ્યુનિકેશન આઉટેજને કારણે આ નિર્ણય લેવાયો હતો. પ્રતિબંધ ચાર કલાકથી વધુ ચાલ્યો અને સમગ્ર અમેરિકામાં વિમાની સેવાને મોટી અસર થઈ. FlightAwareના આંકડા મુજબ શુક્રવારે 9,132 ફ્લાઇટ્સ રદ થઈ અને 7,030 ફ્લાઇટ્સ મોડું થઈ. શનિવાર સવાર સુધી બે દિવસમાં કુલ કેન્સલ થયેલી ફ્લાઈટની સંખ્યા 12,506 સુધી પહોંચી ગઈ હતી.
ફ્લાઇટ્સ શરૂ થઈ છતાં મુશ્કેલી કેમ ચાલુ રહી?
ગ્રાઉન્ડ સ્ટોપ પૂરો થયા પછી પણ વિમાની સેવા તરત સામાન્ય થઈ શકતી નથી. રદ થયેલી ફ્લાઇટ્સ, મોડું પહોંચેલા વિમાન, બદલાયેલા crewના સમયપત્રકો અને ગંતવ્ય સુધી પહોંચવા રાહ જોતા મુસાફરોને કારણે આખી સિસ્ટમમાં જામ સર્જાય છે. અમેરિકાના પરિવહન સચિવ સીન ડફીએ પણ જણાવ્યું હતું કે કામગીરીને ફરી સંપૂર્ણ રીતે વ્યવસ્થિત થવામાં સમય લાગશે. એટલે ફ્લાઇટ રદ અથવા મોડું થવાની સ્થિતિમાં માત્ર flight status જ નહીં, પરંતુ ચેક-ઇન સામાનની સ્થિતિ પણ એરલાઈન પાસેથી અલગથી કન્ફર્મ કરવી જરૂરી છે.
આ પણ જુઓ
Also Read

FD રોકાણકારો માટે સારા સમાચાર! આ બેન્કે FD પર વધાર્યું વ્યાજ, જાણો હવે કેટલું વ્યાજ મળશે?

પોસ્ટ ઓફિસ બચત ખાતું બીજા શહેરમાં કેવી રીતે ટ્રાન્સફર કરવું? જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને ફી

પોસ્ટ ઓફિસ કે બેંક FD? ક્યાં પૈસા રોકવાથી મળશે વધુ વળતર, જાણો સંપૂર્ણ ગણિત

Bank Holiday: આવતા અઠવાડિયે 3 દિવસ બેન્કો રહેશે બંધ, જાણો તમારા શહેરમાં ક્યારે રજા?

રોકાણકારો માટે મોટી તક: આ અઠવાડિયે 9 નવા મ્યુચ્યુઅલ ફંડ NFO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે

SIP vs Lumpsum: દર મહિને ₹5,000 ની SIP કે ₹5 લાખનું એકસાથે રોકાણ, 10 વર્ષમાં શેમાં મળશે વધુ રિટર્ન?

Children’s Day પર બાળકને આપો નાણાકીય શિક્ષણ અને ભવિષ્યનો પાયો મજબૂત કરો





