KuberaNowLogo
Sunday, 15/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

FD રોકાણકારો માટે સારા સમાચાર! આ બેન્કે FD પર વધાર્યું વ્યાજ, જાણો હવે કેટલું વ્યાજ મળશે?

Indian Overseas Bankએ 444 દિવસની FD પર વ્યાજદરમાં વધારો કર્યો છે. 10 નવેમ્બરથી લાગુ થયેલા નવા દર મુજબ ₹3 કરોડથી ઓછી કોલેબલ (Callable) FD પર હવે 6.75% વ્યાજ મળશે. સિનિયર સિટીઝન માટે આ જ FD પર વ્યાજદર 7.25% અને સુપર સિનિયર સિટીઝન માટે 7.50% સુધી રહેશે. નોન-કોલેબલ ડિપોઝિટ પર સામાન્ય રોકાણકારોને 6.85% સુધીનું વ્યાજ મળશે.

kuberanow deskPublished On : 15 Nov 2026
FD

ઈન્ડિયન ઓવરસિઝ બેન્કે 444 દિવસની FDના વ્યાજદરમાં 15 બેસીસ પોઈન્ટ સુધીનો વધારો કર્યો છે. બેન્કની એસેટ લિયાબિલીટી કમિટીની સમીક્ષા બાદ નવા દર 10 નવેમ્બર 2026થી લાગુ કરવામાં આવ્યા છે. ₹3 કરોડથી ઓછી 444 દિવસની કોલબલ FD પર વ્યાજદર 6.60%થી વધારીને 6.75% કરવામાં આવ્યો છે. સાથે જ NRE FDનો દર પણ 6.60%થી વધારીને 6.75% કરવામાં આવ્યો છે.


Non-Callable FD પર હવે 6.85% વ્યાજ

444 દિવસની નોન-કોલેબલ FD પર વ્યાજદર 6.75%થી વધારીને 6.85% કરવામાં આવ્યો છે. આ યોજના ₹1 કરોડથી વધુની ડિપોઝીટ માટે ઉપલબ્ધ છે. સિનિયર સિટીઝનને આ ડિપોઝીટ પર વધારાના 0.50% સાથે 7.35% વ્યાજ મળશે, જ્યારે 80 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝનને 0.75% વધારાના વ્યાજ સાથે 7.60% સુધીનો દર મળશે.


સિનિયર સિટીઝનને 7.25% વ્યાજ

60 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનને 444 દિવસની કોલેબલ FD પર સામાન્ય દર કરતાં 0.50% વધુ વ્યાજ મળશે. આ રીતે તેમનો વ્યાજદર 7.25% થાય છે. સુપર સિનિયર સિટીઝન એટલે કે 80 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના ગ્રાહકોને 0.75% વધારાનો લાભ મળશે અને તેમને 7.50% વ્યાજ મળશે.


નવા વ્યાજદર કેટલા?

FD



₹1 લાખની FD પર કેટલી કમાણી?

રિપોર્ટમાં આપવામાં આવેલા ઉદાહરણ મુજબ ₹1 લાખનું રોકાણ કરનાર સામાન્ય ગ્રાહકને 444 દિવસમાં આશરે ₹7,000નું વ્યાજ મળી શકે છે. સિનિયર સિટીઝનને લગભગ ₹7,500 અને સુપર સિનિયર સિટીઝનને લગભગ ₹7,800 જેટલું વ્યાજ મળી શકે છે.


₹3 લાખના રોકાણ પર કેટલું વ્યાજ?

₹3 લાખનું રોકાણ કરનાર સામાન્ય ગ્રાહકને અંદાજે ₹20,600 જેટલું વ્યાજ મળી શકે છે. સિનિયર સિટીઝન માટે આ કમાણી લગભગ ₹22,400 અને સુપર સિનિયર સિટીઝન માટે લગભગ ₹23,200 સુધી જઈ શકે છે.


₹5 લાખની FD પર કેટલી કમાણી?

₹5 લાખની FD પર સામાન્ય રોકાણકારને આશરે ₹34,200નું વ્યાજ મળી શકે છે. સિનિયર સિટીઝનને લગભગ ₹37,300 અને સુપર સિનિયર સિટીઝનને લગભગ ₹38,600 જેટલું વ્યાજ મળી શકે છે. નોંધનીય છે કે રિપોર્ટના આ ગણતરીના ઉદાહરણોમાં સામાન્ય ગ્રાહક માટે 6.67%નો દર દર્શાવવામાં આવ્યો છે, જ્યારે બેન્કનો સુધારેલો Callable FD દર 6.75% જણાવાયો છે. તેથી થાપણની વાસ્તવિક પરિપક્વતા રકમના પ્રકાર, લાગુ દર અને કમ્પાઉન્ડિગ પ્રમાણે થોડો અલગ હોઈ શકે છે.


અન્ય FD Tenureના દરમાં ફેરફાર નહીં

Indian Overseas Bankએ સ્પષ્ટ કર્યું છે કે Callable, Non-Callable, NRE અને NRO Retail Term Depositsની અન્ય maturity periodના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફેરફાર માત્ર 444 દિવસની પસંદગીની FD પર કરવામાં આવ્યો છે.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

BAGAGE

Flight Cancelled: ફ્લાઇટ રદ થઈ, બેગ એરપોર્ટ પર અટવાઈ? જાણો પાછી મેળવવાની રીત

Post Office Savings Account

પોસ્ટ ઓફિસ બચત ખાતું બીજા શહેરમાં કેવી રીતે ટ્રાન્સફર કરવું? જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને ફી

Post Office vs Bank FD

પોસ્ટ ઓફિસ કે બેંક FD? ક્યાં પૈસા રોકવાથી મળશે વધુ વળતર, જાણો સંપૂર્ણ ગણિત

bank holiday

Bank Holiday: આવતા અઠવાડિયે 3 દિવસ બેન્કો રહેશે બંધ, જાણો તમારા શહેરમાં ક્યારે રજા?

new mutual fund nfos launching this week

રોકાણકારો માટે મોટી તક: આ અઠવાડિયે 9 નવા મ્યુચ્યુઅલ ફંડ NFO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે

sip vs lumpsum mutual fund investment 10 years return comparison

SIP vs Lumpsum: દર મહિને ₹5,000 ની SIP કે ₹5 લાખનું એકસાથે રોકાણ, 10 વર્ષમાં શેમાં મળશે વધુ રિટર્ન?

Children's Day

Children’s Day પર બાળકને આપો નાણાકીય શિક્ષણ અને ભવિષ્યનો પાયો મજબૂત કરો

How Safe Is Your Bank Money DICGC 5 Lakh Deposit Insurance

બેંક ખાતામાં ₹5 લાખથી વધુ રકમ છે? આ નિયમ નહીં જાણો તો થઈ શકે છે મોટું નુકસાન