અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગનો દરજ્જો, પ્રથમ નોરતે મળશે સર્ટિફિકેટ
અંબાજી મંદિરના પ્રસિદ્ધ પરંપરાગત મોહનથાળ પ્રસાદને કેન્દ્રીય GI રજિસ્ટ્રી દ્વારા GI ટેગ આપવામાં આવ્યો છે. 1 ઑક્ટોબરે સર્ટિફિકેટ જારી થયા બાદ હવે 11 ઑક્ટોબરે વિશેષ સમારોહમાં સત્તાવાર સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવશે.

અંબાજી મંદિરનો પરંપરાગત મોહનથાળ હવે માત્ર પ્રસાદ તરીકે નહીં, પરંતુ વિશિષ્ટ ભૌગોલિક ઓળખ ધરાવતા ઉત્પાદન તરીકે પણ ઓળખાશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અરજી બાદ કેન્દ્રીય GI રજિસ્ટ્રીએ મોહનથાળને GI ટેગ આપ્યો છે. આ સાથે ‘અંબાજી મોહનથાળ’ની પરંપરાગત ઓળખ અને નામને કાનૂની રક્ષણ મળ્યું છે.
Class-30 હેઠળ મળ્યો GI ટેગ
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીને આધારે ‘અંબાજી મોહનથાળ’ને કેન્દ્રીય GI રજિસ્ટ્રી દ્વારા ખાદ્ય પદાર્થોની Class-30 શ્રેણી હેઠળ સત્તાવાર GI ટેગ આપવામાં આવ્યો છે. અધિકૃત દસ્તાવેજો મુજબ આ અંગેનું સર્ટિફિકેટ 1 ઑક્ટોબર 2026ના રોજ જારી કરવામાં આવ્યું છે. GI ટેગ મળ્યા બાદ અંબાજીનો મોહનથાળ દેશના વિશિષ્ટ મંદિર પ્રસાદોમાં સ્થાન પામ્યો છે.
11 ઑક્ટોબરે સત્તાવાર સર્ટિફિકેટ સમારોહ
આ સિદ્ધિ નિમિત્તે 11 ઑક્ટોબરે નવરાત્રીના પ્રથમ નોરતે અંબાજી દેવસ્થાન ખાતે વિશેષ સમારોહ યોજાશે. સવારે 10થી 11 વાગ્યા દરમિયાન યોજાનારા કાર્યક્રમમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત ઉપસ્થિત રહી ટ્રસ્ટને સત્તાવાર GI સર્ટિફિકેટ અર્પણ કરશે.
GI ટેગથી મોહનથાળની ઓળખને કાનૂની રક્ષણ
GI ટેગ મળવાથી ‘અંબાજી મોહનથાળ’ નામના અનધિકૃત ઉપયોગ અથવા તેની નકલ સામે કાનૂની રક્ષણ મળ્યું છે. આ વ્યવસ્થા પ્રસાદની ગુણવત્તા, શુદ્ધતા અને પરંપરાગત ઓળખ જાળવવામાં મદદરૂપ બનશે. આ સાથે અંબાજીનો મોહનથાળ તિરુપતિ લાડુ અને પલાની પંચામૃતમ જેવા વિશિષ્ટ મંદિર પ્રસાદોની યાદીમાં સામેલ થયો છે.
આ પણ વાંચો: મંદીમાં પણ રોકેટ બનશે આ શેર! ₹200ના ટાર્ગેટ સાથે મોતીલાલ ઓસ્વાલનો મોટો દાવ
આ પણ જુઓ:
Also Read

ગુજરાતની સ્પેસ કંપની OMSPACEની મોટી સિદ્ધિ, Infinity One રોકેટના બે મહત્વના ભાગ તૈયાર

ગેરકાયદેસર દવાના વેચાણ સામે FDCAની કાર્યવાહી : ₹42.6 લાખથી વધુનો જથ્થો જપ્ત

ગુજરાતનો ડંકો: 23.4 લાખ વિદેશી પ્રવાસી, ટુરિઝમ આવકમાં દેશમાં 5મા ક્રમે પહોંચ્યું

ખેલૈયાઓ થઈ જાવ તૈયાર, Kubera Nowને સંગ નવરાત્રીનો રંગ, અમદાવાદમાં ગૂંજશે ‘પરાશક્તિ’ના ગરબા

હાઈકોર્ટના ચુકાદા પર હવે વિલંબ નહીં: ગુજરાત સરકારે નક્કી કરી ટાઈમ-બાઉન્ડ SOP

રેપો રેટમાં વધારાનો નિર્ણય ફુગાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી લેવાયોઃ શેખર પટેલ

ખેડૂતો માટે ખુશખબર: મગફળી સહિત 4 પાકની MSP નોંધણીની ડેડલાઈન લંબાઈ





